1. Home
  2. Tag "Samachar Live"

સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું

 અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હોય છે. તેથી  સિનિયર સિટિઝનોને સાયબર માફિયાઓથી બચાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં 35 જેટલી બેન્કો સાથે ટાઈઅપ કરીને નોડલ ઓફિસરો સાથે એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. અને બેન્કના સ્ટાફને સૂચના […]

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ […]

ઉત્તરાણના દિવસે પવનની ઝડપ સરેરાશ પ્રતિ કલાક 5 કિમી રહેવાની શક્યતા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં પણ ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી મનાવાશે. અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, ઉત્તરાણ પર્વના આગમનને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે પવન પતંગરસિયાઓ માટે સાનુકૂળ રહેશે. અને પતંગરસિયાઓ મનભરીને પતંગોત્સવની મોજ […]

અમેરિકા હોય કે ચીન, ભારતને નજરઅંદાજ કરવું હવે કોઈના હાથની વાત નથીઃ નરેન્દ્ર મોદી

રાજકોટ.11 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ડેટા સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી […]

સોમનાથ સ્વાભિમાન પર્વ’ હવે તા.15 જાન્યુઆરી સુધી યોજાશે

શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય સોમનાથઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.8 થી 11 દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. વડાપ્રધાનએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ […]

કેસરી સાફામાં સજ્જ વડીલોએ વ્યક્ત કર્યો વડાપ્રધાન પ્રત્યે સ્વાભિમાન અને શૌર્યનો ભાવ

સોમનાથ, 11જાન્યુઆરી 2026: સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનશ્રીના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ […]

બનાસકાંઠામાં ઓરીના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ બન્યુ સક્રિય

પાલનપુર, 11 જાન્યુઆરી 2026:   બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે […]

અમદાવાદમાં હિપ્નોટાઈઝ કરીને વૃદ્ધાના સોનાના ઘરેણા લૂંટ કેસનો આરોપી પકડાયો

 અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન માટે જઈ રહેલા એક વૃદ્ધાને ઊભા રાખીનેપોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનારો 21 વર્ષીય યુવાન આરોપીને ઝોન-7 એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી. આ બનાવની વિગત […]

અંકલેશ્વરના પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસ હાઈવે સત્તાવાર ખૂલ્લો મુકાયો

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:   અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે. જ્યારે વડોદરાથી મંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ જતા વાહન-વ્યવહાર માટે સત્તાવાર ખૂલ્લો મુકવામાં આવ્યો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ […]

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code