1. Home
  2. Tag "Samachar Samachar"

112′ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ કેસ એટેન્ડ કરાયા

અમદાવાદ,29 જાન્યુઆરી 2026: રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન […]

અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી કરતા મકાન તૂટી પડતા મહિલાનું મોત, બેને ઈજા

અમદાવાદ,29 જાન્યુઆરી 2026:  શહેરના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં આજે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતાં. આ બનાવને લીધે પોળના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતુ. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા ત્રણ […]

ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતના 6 બનાવોમાં 3ના મોત,4ને ગંભીર ઈજા

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતોના 6 બનાવો બન્યા છે. જેમાં ત્રણના મોત અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથામ અકસ્માતનો બનાવ સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા […]

ચાંદીના ભાવ 4 લાખને વટાવી ગયા, સોનાના ભાવમાં પણ 16000નો ઉછાળો

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  સોનું કે ચાંદી ખરીદવું મધ્યમ વર્ગ માટે હવે સ્વપ્ન બની ગયુ છે. રોજબરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે વહેલી સવારે MCX (મલ્ટી કમોડિટી એક્સચેન્જ) પર માર્ચના વાયદાની […]

સાયલામાં જુના જસાપરા ગામે ખનીજચોરીના કેસમાં 2.87 કરોડનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર, 29 જાન્યુઆરી 2026:  જિલ્લાના ખનીજ ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખનીજચોરી સામે રેડ પાડીને માલ-સામન સીઝ કરવામાં આવે છે. ત્યારબાદ ખનીજચોરોને આકરી પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે. જિલ્લાના સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને […]

કચરાના વ્યવસ્થાપનમાં સુરત બન્યુ દેશનું રોલ મોડલ, બાંધકામ કચરાનું 100 ટકા રિસાયક્લિંગ

સુરત, 29 જાન્યુઆરી 2026:  એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ […]

બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ સરકાર પાસે સબસિડીની કરી માગ

પાલનપુર, 29 જાન્યુઆરી 2026:  જગતનો તાત કહેવાતા ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને કૃષિપાક તૈયાર કરે છે. પણ ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. પણ ખેડૂતો પાસેથી ઉપજ ખરીદી લીધા બાદ વેપારીઓ મોંઘા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હાલ બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]

સુરતના પાલનપુર વિસ્તારમાં 30 વર્ષની ગેરન્ટીવાળો રોડ 7 મહિનામાં બેસી ગયો

સુરત, 29 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં રોડ-રસ્તા સહિત વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લીધે તકલાદી કામો થઈ રહ્યાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર સાત મહિનામાં જ તૂટી ગયો છે, 30 વર્ષની ગેરંટીના દાવા સાથે બનાવેલો રોડ માત્ર 7 મહિનામાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  શહેરના પોશ ગણાતા કોર્પોરેટ રોડ પરના પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે મ્યુનિએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને રૂપિયા 350 કરોડમાં વેચવા કાઢ્યુ છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ કરીને મ્યુનિની નીતિ-રીતિની આંકરી ટીકા કરી હતી. […]

ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ઊના, 29 જાન્યુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની સંખ્યા વધતા જાય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. તેથી પોતાના પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું લઈને હિંસક દીપડા સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code