1. Home
  2. Tag "saurashtra"

ગુજરાત સરકારે ST નિગમને ફાળવેલી 201 બસમાંથી 83 લકઝરી બસ સૌરાષ્ટ્રને ફાળવાઈ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવા વર્ષની ભેટ સ્વરૂપે 201 નવી લકઝરી બસોની ફાળવણી કરવામા આવી હતી.જેમાં એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્રના ડિવિઝનોને 83 બસની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનને પણ 83માંથી 11 બસ ફાળવવામાં આવતા જે બસના કિલોમીટર પુરા થઈ ગયા છે. એવી ખખડપાંચમ બસો હટાવીને રૂટ્સ પર નવી બસ મુકવામાં આવશે. ગાંધીનગર […]

સૌરાષ્ટ્રમાં પોસ્ટ કચેરીઓમાં ટપાલ ટિકિટની અછત, ફ્રેન્કિંગ મશીન પણ ચાલતા નથી,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટની અછત સર્જાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘણી પોસ્ટ ઓફિસમાં ફ્રેન્કિંગ મશીનો પણ ચાલતા નથી.આથી લોકોને ટપાલ, પરબિડિયા કે પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. નાસિકથી ટપાલ ટિકિટોનો જથ્થો ન આવતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કે  એક અઠવાડિયામાં ટપાલ ટિકિટની અછતની સમસ્યા દૂર થઈ […]

સૌરાષ્ટ્ર: સિંગતેલના ભાવમાં વધારો થયો,સામાન્ય લોકોને તકલીફ

રાજકોટ: જ્યારે જ્યારે પણ કમોસમી વરસાદ આવે છે ત્યારે રાજ્યમાં જે તે વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. હાલમાં હવે વારો આવ્યો છે સિંગતેલનો કે જેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વાત એવી છે કે હમણા જ થોડા સમય પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે હવે […]

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ,ખેડૂતોમાં વધી ચિંતા

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી વાતાવરણ બન્યુ છે. હાલમાં જો વાત કરીએ રાજકોટ શહેરની તો ત્યાં વરસાદી વાતાવરણ બન્યું છે. જાણકારી અનુસાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સાથે સાથે અમેરેલીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણમાં હાલ તો જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ પણ બાકી નથી. જો વાત કરવામાં આવે ખેડૂતોની તો […]

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, વરસાદના પડ્યાં ઝાપટાં

રાજકોટઃ ગુજરાતમાં મેધરાજાએ આમ તો વિધિવત વિદાય લઈ લીધી છે. પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે રાજ્યના અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આજે શનિવાર અને કાલે રવિવારે વરસાદના સામાન્ય ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મારબી અને અમરેલી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ બાદ શુક્રવારે બપોરે અનેક જિલ્લાઓમાં […]

સૌરાષ્ટ્રમાં વીજચોરીના દૂષણને ડામવા 3600 કરોડના ખર્ચે સ્માર્ટ પ્રી પેઈડ વીજ મીટરો લાગાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ કંપની દ્વારા અવાર-નવાર દરોડા પાડીને વીજચોરી પકડવામાં આવે છે. છતાંપણ કરોડો રૂપિયાનો લાઈનલોસ થઈ રહ્યો છે. આથી વ્યાપકપણે વીજ ચોરી પર અંકૂશ લાવવા મહત્ત્વની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવાની પીજીવીસીએલ  દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. અને […]

સૌરાષ્ટ્રમાં કપાસના પાકમાં સુકારાનો અને મગફળીના પાકમાં સફેદફૂગના રોગચાળાથી ખેડૂતો ચિંતિત

રાજકોટઃ ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો હતો. અને ખેડુતો પણ સોળઆની પાકનો ઉતારો લઈ શકાશે તેની આશાએ ખૂશ હતા. ત્યાં જ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળાએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં કપાસનું 1914300 હેકટરમાં અને મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલ ભાદરવા માસના તડકાના […]

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, પાલીતાણા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

વહેલી પરોઢે 4.12 કલાકે ધરા ધ્રુજી હતી ભૂકંપને આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે દરમિયાન આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધરા ધ્રુજી હતી. વહેલી પરોઢે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટરસ્કેલ ઉપર લગભગ 3.5ની નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિનંદુ પાલિતાણા […]

સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં ભાવનગર પ્રથમ નંબરે, રાજકોટ બીજાક્રમે, બોટાદમાં સૌથી ઓછી વીજચોરી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. ગામેગામ વીજચોરી થતી હોવાથી લાઈનલોસ વધતો જાય છે. તેના લીધે પીજીવીસીએલ દ્વારા જ્યાં લાઈન લોસ વધુ હોય તેવા વિસ્તારોમાં દરોડા પડાવામાં આવતા હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા એપ્રિલથી જુલાઈ દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજ ચોરી પકડવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં કુલ […]

વિશ્વ સિંહ દિવસ : સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 30 હજાર ચો. કિ.મી.માં 674થી વધારે વનરાજોનો વસવાટ

અમદાવાદઃ એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code