1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપતા રોડ મરામતના કામો હાથ ધરાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપીને રાજકોટના કલેક્ટરને રજૂઆત કરી હતી.ત્યારબાદ હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકનો પ્રારંભ, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકના શ્રીગણેશ થયા છે. કપાસમાં સારા ભાવને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ છે, જે ખેડુતોએ ચોમાસાના આગમન પહેલા કપાસનું આગોતરૂ વાવેતર કર્યું હતુ. તેવા ખેડુતોના કપાસની આવક શરૂ થઈ છે. હાલ વરાપ નિકળતા ખેડુતોએ કપાસ વિણવાનું શરૂ કર્ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ એરંડા જેવા પાકના બીજ રોપવાનું ચાલુ છે […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણોત્સવ દરમિયાન મેઘો પણ જુદા જુદા વિસ્તારોમાં અભિષેક કરીને ધરાને ભીંજવી રહ્યો છે, શનિવારે 152 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અથિ બારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બંદરો પર 1 […]

સૌરાષ્ટ્રમાં 31 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સમયસરની પધરામણીને લીધે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે.. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યારબાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકાનો વધારો થયો છે. બીજી તરફ મગફળીના વાવેતરમાં […]

ભારે વરસાદને લઈને રાજકોટ એસટી વિભાગનો મહત્વોનો નિર્ણય -સૌરાષ્ટ્રના તમામ રુટો કર્યા બંધ 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રાજકોટ એસટીનો નિર્ણય સૌરાષ્ટ જતી બસોના તમામ રુટ કર્યા બંધ અમદાવાદઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, ગામડાઓમાં નદીની સપાટી વધતા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક તો પુલોનું પણ ઘોવાણ થયું છે આવી સ્થિતિમાં જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીરસોનૃમમાથ દિવમાં […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

સૌરાષ્ટ્રમાં 8 લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસના વાવેતરમાં થયો વધારો

રાજકોટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 10,24,400 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 8,52, 600 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યના 83.29 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે. બાકી રહેતા ગુજરાતના અન્ય ભાગોમાં 16.77 ટકા વાવેતર થયું છે. જેમાં કપાસ અને મગફળી મુખ્ય છે. આ વર્ષે ખેડુતોને […]

જામનગર અને રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો, સારા ભાવ મળતા હોય ખેડુતો આકર્ષાયા

રાજકોટ : ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં થાય છે. ખારેકના પાકમાંથી સારીએવી આવક થતી હોવાને લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડુતો પણ આકર્ષાયા છે. અને ખારેકની ખેતી કરવા લાગ્યા છે. કેરીની સીઝન પૂરી થતા સૌરાષ્ટ્રમાં ખારેકનો દબદબો છે. ખારેક આમ તો કચ્છનું ફળ છે પણ સૌરાષ્ટ્રમાં ય બે દાયકાથી ખારેકની ખેતી થઇ […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં  તો એક જ […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code