1. Home
  2. Tag "Sayla"

સાયલાના ઈશ્વરિયામાં લોકોએ વીજ ચેકિંગમાં આવેલા PGVCLના કર્મીઓ પાસે આઈકાર્ડ માગતા બબાલ

ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો, PGVCLના અધિકારીઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી, ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવતા અધિકારીઓને પરત ફરવાની ફરજ પડી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વીજ લાઈન લોસ વધતો જતા અને વીજચોરીની ફરિયાદો વધતા પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં પીજીવીસીએલના કર્મચારીઓ […]

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]

રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોર્ડેએ સાયલા નજીકથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર પકડ્યા

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજનો બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પરના ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શક્યા, પાંચમાંથી ચાર ડમ્પરો રોયલ્ટી પાસ વગર વહન કરતાં હતા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં […]

સાયલાના ડોળિયા ગામે માથાભારે શખસે વીજપોલ તોડી નાંખતા 90થી વધુ ખેડુતોની રજુઆત

વીજપોલ તોડી નાંખ્યા બાદ માથાભારે શખસ નવો પોલ નાંખવા દેતો નથી, વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, પીજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે ગણાતા શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા […]

સાયલા નજીક પૂર ઝડપે કાર રોડ સાઈડ ઉતરીને ઊંડા ખાડામાં ખાબકતા બેના મોત, ત્રણને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડ પરથી ઉતરીને ઊંડા ખાડામાં ખાબકી હતી.  આ અકસ્માતમાં  બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]

સાયલા તાલુકાના ચોરવીરાની સીમમાં કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતરથી બેના મોત

સુરેન્દ્રનગર: જિલ્લાના  સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં બે મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે. મૃતક બન્ને યુવાનો મુળી તાલુકાના ધોળીયા ગામના છે. મૃતકો પરિવારના અધારસ્તંભ હોવાથી બન્નેના મોતને લઇને પરિવારનો આધાર છીનવાઇ ગયો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતના ખાડાઓ પુરી […]

સાયલા નજીક હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, દંપત્તીનું મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પૂર ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી મારીને રોડ સાઈડના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતામાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]

સુરેન્દ્રનગરમાં 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ચાર લૂંટારુઓની ધરપકડ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના […]

સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટઃ પોલીસે બનાવ સ્થળની આસપાસના CCTV ફુજેટ ચેક કર્યાં

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલામાં 1400 કિલો ચાંદીની સનસનાટી ભરી લૂંટની ઘટનામાં હજુ પોલીસ લૂંટારુઓ ઝડપાયા નથી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે 12 જેટલી ટીમો બનાવી હતી. પ્રાથમિક તપાસમાં આ લૂંટની ઘટનામાં સાત આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી છે. લૂંટની સમગ્ર ઘટનામાં જાણભેદુની […]

ગુજરાત સાહિત્ય પરિષદનું 33મું ત્રિ-દિવસીય જ્ઞાનસત્ર : સાયલાના રાજસોભાગ આશ્રમમાં યોજાશે

અમદાવાદ: અમદાવાદની જાણીતી  સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન-‘જ્ઞાનસત્ર’ આ વર્ષે  સુરેન્દ્રનગરના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમમાં આગામી 16 થી 18 ડિસેમ્બર દરમ્યાન આયોજિત થઇ રહ્યું છે. હાલમાં પરિષદની પ્રવૃત્તિ  પૂરજોશમાં  ચાલી રહી છે અને સાથે જ તેમાં હવે આધુનિક ડીજીટલ યુગના મંડાણ પણ થયેલા જોઈ શકાય છે. હાલમાં જ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code