ભારે વરસાદ બાદ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા
વાડી-ખેતરોમાં પાણી ભરાતા ખરીફ પાકને વ્યાપક નુકસાન, સુઈગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ, આજે મેઘરાજાએ એકંદરે વિશ્રામ લેતા લોકોએ રાહત અનુભવી અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ એકંદરે ખમૈયા કર્યા છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠાના સુઈગામ, કચ્છના રાપર સહિતના તાલુકા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે. વાડી- ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ઘણા […]