હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં અર્ધલશ્કરી દળોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું, હિંસામાં 3ના મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદામાં સુધારા વિરુદ્ધ શુક્રવાર અને શનિવારે સતત બે દિવસની હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૧૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૃતકોમાં એક પિતા-પુત્રની ટોળા દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને એક યુવાનનું સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. […]