1. Home
  2. Tag "security"

ભારતીય નેવીની પ્રતિબદ્ધતા આપણા દેશની સુરક્ષા સમૃદ્ધિ અને સુખાકારી માટે જરુરીઃ PM મોદી

નવી દિલ્હીઃ આજે ભારતીય નૌકાદળ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકોને સલામી આપી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરતા, તેમણે જણાવ્યું હતું કે, “નેવી ડે પર, અમે બહાદુર નૌકાદળના જવાનોને સલામ કરીએ છીએ જેઓ અપાર હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રની રક્ષા કરે છે. તેમની પ્રતિબદ્ધતા આપણા […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, એક આતંકવાદી ઠાર

નવી દિલ્હીઃ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે શ્રીનગરના હરવાનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં તેમણે એક આતંકીને ઠાર કર્યો છે. આ સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે નિવેદન જારી કર્યું […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]

પહેલીવાર PM મોદીની સુરક્ષામાં જોવા મળી મહિલા કમાન્ડો, વાયરલ થઈ રહી છે કંગના રનૌતની આ પોસ્ટ

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત મહિલા SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) કમાન્ડોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને વડાપ્રધાનની સુરક્ષામાં મહિલાઓની ભાગીદારીના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પણ આ તસવીર શેર કરી અને તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી. હકીકતમાં, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ […]

રાષ્ટ્રીય હિતોની સતત સુરક્ષા કરવા બદલ રાષ્ટ્રને આપણા સંરક્ષણ દળો પર ગર્વ છે: રાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(28 નવેમ્બર, 2024) તમિલનાડુના વેલિંગ્ટન, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના વિદ્યાર્થી અધિકારીઓ અને અધ્યાપકોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજે ભારતના સશસ્ત્ર દળોના સંભવિત નેતાઓ અને મિત્ર વિદેશી દેશો અને પસંદગીના નાગરિક અધિકારીઓને તાલીમ આપવામાં અને શિક્ષિત કરવામાં પ્રશંસનીય યોગદાન આપ્યું […]

બાંગ્લાદેશ સરકારે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રવક્તા અને ચટગાંવમાં પુંડરીક ધામના વડા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ અને ત્યારબાદ જામીન નકારવા પર ચિંતા વ્યક્ત કરી હતી. દાસને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે સોમવારે સાંજે 4:30 વાગ્યે હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ […]

બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ ભારત

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિન્દુઓ ઉપર અત્યાચાર હિન્દુઓ ઉપર થતા હુમલાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા દુનિયાના અન્ય દેશોએ પણ બાંગ્લાદેશની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર બાંગ્લાદેશને તેની લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. ભારતે તાજેતરમાં ચટગાંવ (બાંગ્લાદેશ)માં હિન્દુ સમુદાય પર થયેલા હુમલા અંગે […]

ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: એસ. સુંદરી નંદા

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર, રાજીવ કુમાર શર્મા, DG-BPR&D,અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ […]

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓ ખેદજનક છે. મંદિરના હુમલાખોરો મંદિરને અપવિત્ર કરવા […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code