1. Home
  2. Tag "security"

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત

લખનૌઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ આવતીકાલથી સર્વેની કામગીરી કરવામાં આવશે. દરમિયાન મસ્જિદમાં સર્વેની કામગીરીને લઈને ગુરુવારે આદેશ કરનારા વારાણસી કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે પોતાના તથા પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કટ્ટરપંથીઓ દ્વારા તેમને હાની પહોંચાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વારાણસી અદાલતના જજ રવિ કુમાર દિવાકરએ જણાવ્યું […]

ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે.  ત્રણ દિવસ […]

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારોઃ હેલિકોપ્ટરની મદદ શરૂ કરાયું પેટ્રોલિંગ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને સોમનાથ મંદિર અરજી સમુદ્રના કિનારે આવેલું છે. જેથી ધાર્મિક આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારે મહત્વની બની જાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં […]

ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને મળશે વધારે સુરક્ષા: ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવી કંપનીઓની કંઇક આ રીતે તૈયારીઓ

મહિલાઓને વધારે સુરક્ષિત કરવામાં આવશે ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલા થશે સુરક્ષિત મોટી કંપનીઓની કંઇક આ રીતે તૈયારી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોમાં મહિલા વિરુદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર અણબનાવો બને છે. આવા સમયમાં સૌથો મોટો પડકાર તે કંપનીઓ માટે છે જે કંપનીના માધ્યમ દ્વારા ગઠિયા લોકો મહિલા સાથે […]

મહિલા મુસાફરોની સુરક્ષા માટે લાંબા અંતરની 90 ટ્રેનોમાં RPF સ્કોટ કર્મીઓને તહેનાત કરાયા

અમદાવાદઃ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સલામતી માટે રેલવે તંત્ર દ્વારા RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે. લેડીઝ કોચમાં મહિલાની સુરક્ષા તેમજ સ્ટેશનો પર અથવા તો ટ્રેનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. યાત્રા દરમિયાન સહાયતા માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 તેમજ GRP હેલ્પલાઇન નંબર 1512 ઉપલબ્ધ છે. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ […]

ગૂગલ ક્રોમમાં યૂઝર્સની સેફ્ટી માટે લૉન્ચ થશે નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ

ગૂગલ ક્રોમ હવે પોતાના યૂઝર્સને વધુ સિક્યોરિટી પ્રદાન કરશે ગૂગલ ક્રોમ ENHANCED SAFE BROWSING ફીચર રજૂ કરશે આ ફીચર તમારા સિસ્ટમને વાયરસથી પણ બચાવશે નવી દિલ્હી: હાલની ઇન્ટરનેટની દુનિયામાં નેટ બ્રાઉઝિંગની સાથોસાથ વાયરસનો ખતરો પણ સતત વધી રહ્યો છે. ઘણીવાર નવી કોઇ વેબસાઇટ કે પેજ ખોલવાથી પણ વાયરસ તમારા સિસ્ટમમાં પ્રવેશી શકે છે. જેને ધ્યાનમાં […]

દેશમાં 230 મહાનુભાવોને અપાય છે સુરક્ષા, 40 મહાનુભાવોને ઝેડ પ્લસ સુરક્ષા

દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના મહાનુભાવોને ઝેડ પ્લસ, ઝેડ અને વાય શ્રેણી હેઠળ સુરક્ષા પુરી પાડવામાં આવે છે. દેશમાં લગભગ 230 લોકોને સીઆરપીએફ-સીઆઈએસએફ જેવી કેન્દ્રીય અર્ધ સૈનિક દળો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવે છે. જેમાં 40 જેટલા મહાનુભાવોને ઝેડ પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી.કીસન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code