1. Home
  2. Tag "SecurityForces"

જમ્મુ-કાશ્મીર: સાંબામાં ડ્રોન દ્વારા ફેંકાયેલ પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો જપ્ત

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદેથી ડ્રોન દ્વારા હથિયારો ઘુસાડવાના વધુ એક પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે. સાંબા સેક્ટરમાં મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો અને દારૂગોળાના જથ્થાને સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન રિકવર કરી લીધો છે. 125 બીએસએફ બટાલિયનના કાર્યક્ષેત્રમાં આવતા ફ્લોરા ગામ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી […]

શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, 14 ઉગ્રવાદીઓની ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે ગુપ્ત માહિતીના આધારે રાજ્યના 6 જિલ્લામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પહાડી અને ખીણ વિસ્તારોમાં સક્રિય અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનોના 14 કેડરની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આ સફળ ઓપરેશન દરમિયાન 21 હથિયારો, […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

મણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર નજીક સ્થિત અસ્સામ રાઇફલ્સની એક ચોંકી પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ચોંકી 3 અસ્સામ રાઇફલ્સની અલ્ફા કંપનીની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને ત્યારબાદ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. ચોંકીમાં તૈનાત જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને તરફથી આશરે 15–20 મિનિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code