પેરિસ ઓલિમ્પિક : વિનેશ ફોગાટ સેમિફાઇનલમાં પહોંચી
નવી દિલ્હીઃ સ્ટાર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણીએ મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઉક્સાના લિવાચને 7-5થી માત આપી હતી. સેમીફાઇનલ મેચ આજે રાત્રે 10.25 કલાકે રમાશે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિનેશે પહેલા પીરિયડમાં 2-0થી સરસાઈ મેળવી હતી. લિવાચે બીજા સમયગાળામાં […]