દક્ષિણ કોરિયામાં વિશ્વ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ ઇતિહાસ રચ્યો
દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ વિશ્વની નંબર વન પેરા-તીરંદાજ તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્ડીને હરાવીને ઇતિહાસ રચ્યો. શીતલ આ સ્પર્ધામાં એકમાત્ર હાથ વગરની પેરા-તીરંદાજ છે. તે નિશાન તાકવામાં તેના પગનો ઉપયોગ કરે છે. સ્પર્ધામાં આ તેનો ત્રીજો ચંદ્રક છે. આ પહેલા, શીતલ અને સરિતાએ કમ્પાઉન્ડ મહિલા ઓપન […]