અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ કામગીરીને લીધે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરાઈ
12 સપ્ટેમ્બર સુધી 4 ટ્રેન મણિનગર, વટવા, અસારવાથી દોડશે, અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાયું, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી […]