દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં
દ્વારકાઃ દેવભૂમિદ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકામાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સિડી સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે. સમગ્ર મંદિરને કલાત્મક રોશનીથી શણગારવાનું કામ પણ ચાલી રહ્યું હોવાનું દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું. […]