પ્રાંતિજની મહિલા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી આત્મનિર્ભર બની
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ ૧૦ પાસ મનીષાબેન પટેલ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મનીષાબેન છે. મનિષાબેન જણાવે છે કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ […]