સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવજીને વિશેષ હનુમંત દર્શન શૃંગાર કરાયો, ભક્તોએ કર્યા દર્શન
155 કિલો પુષ્પો ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લીંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ રચાઈ, વિશેષ શૃંગાર દ્વારા બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા દર્શાવવામાં આવી, ભક્તોએ સોમેશ્વર જ્યોતિર્લિંગના હનુમાન સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અમદાવાદઃ શ્રાવણ સુદ બીજના દિવસે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવ્યું હતું. આ અનોખા અને ભક્તિભર્યા શૃંગારમાં સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન થયા હતા. […]