ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. […]


