SpaceX Starshipની ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રખાઈ
એલોન મસ્કની આગેવાની હેઠળના સ્પેસએક્સે સોમવારે ગ્રાઉન્ડ સિસ્ટમ સમસ્યાઓના કારણે તેના વિશાળ રોકેટ સ્ટારશીપની 10મી ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રાખી હતી. એલોન મસ્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે આ લોન્ચ સોમવાર, 25 ઑગસ્ટના રોજ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્પેસએક્સ કંપનીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગ્રાઉન્ડ સિસ્ટમ્સમાં સમસ્યાને કારણે લોન્ચને મુલતવી રાખવામાં આવ્યું છે. […]


