1. Home
  2. Tag "sri lanka"

કુલદીપ-સિરાજ બાદ KL રાહુલનો કમાલ,ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું

મુંબઈ:કોલકાતામાં રમાયેલી વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું.આ જીત સાથે તેણે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે અણનમ 64 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 103 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા ફટકાર્યા.સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ […]

કોહલી-રોહિતની જોરદાર ઇનિંગથી ભારત જીત્યું,પ્રથમ વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું

મુંબઈ:સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયા હવે 3 વનડે સીરીઝમાં 1-0થી આગળ છે.આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.ભારતે આ મેચમાં શ્રીલંકાને 373 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર 306 રન જ […]

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત […]

પાકિસ્તાનની પણ હાલત શ્રીલંકા જેવી? લોટના ભાવમાં જોરદાર વધારો

દિલ્હી: આર્થિક રીતે તકલીફનો સામનો કરતા પાકિસ્તાનની હાલત હવે વધારે ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનમાં લોટના ભાવમાં એવો વધારો થયો છે કે જેના કારણે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા દર્શાવે છે કે કરાચીમાં લોટની કિંમતો 2,500 રૂપિયા પ્રતિ […]

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

આટલા વર્ષો બાદ શ્રીલંકા એશિયા કપ જીત્યું

મુંબઈ:શ્રીલંકાની ટીમે 2014 બાદ પ્રથમ વખત આ મેગા ટૂર્નામેન્ટની ચેમ્પિયન બની છે. શ્રીલંકાનું આ છઠ્ઠું ટાઈટલ જીત્યું છે. આ અગાઉ 2014, 2008, 2004, 1997, 1986માં આ ખિતાબ જીત્યો હતો.આઠ વર્ષ બાદ લંકા અશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022નો ફાઈનલ મુકાબલો દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો જેમાં પાકિસ્તાને ટોસ જીતીને […]

શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી:રિપોર્ટ

દિલ્હી:શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી છે. યુઆન વાંગ 5 ને આંતરરાષ્ટ્રીય શિપિંગ અને એનાલિટિક્સ સાઇટ્સ દ્વારા સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું કે,તેમને 16 થી 22 ઓગસ્ટ સુધી જહાજને હમ્બનટોટા […]

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી […]

ટેકનોલોજીથી સજ્જ ચીની જહાજ શ્રીલંકા આવશે, ભારતીય સૈન્ય મથકોની જાસુસી કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ તંગ બન્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને શ્રીલંકાની હાલની સ્થિતિ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જ્યારે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. વિસ્તારવાદી ચીનની નીતિઓથી ભારત અને અમેરિકા સહિતના […]

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા રાનિલ વિક્રમસિંઘે, પ્રજામાં નવા રાષ્ટ્રપતિ સામે પણ નારાજગી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગ્યા બાદ રાષ્ટ્રપતિ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. રાજપક્ષે પરિવારના ખોટા ખર્ચા અને નિર્ણયોને કારણે શ્રીલંકા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયું છે. રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પ્રજાએ રસ્તા ઉપર ઉતરીને તેમનો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code