1. Home
  2. Tag "Staff"

શાળા-કોલેજોના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે. કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ 18 વર્ષથી […]

ગુજરાત પોલીસના અડધો ડઝન કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે 15મી ઓગસ્ટે એવોર્ડ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. […]

ગુજરાત એસ.ટી. નિગમમાં ડ્રાઇવર-કંડકટરની 11311 ખાલી જગ્યા હોવા છતા ભરતી કરાતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા એસટી નિગમની હાલત કફોડી બની છે. એક બાજુ એસટી નિગમની ખોટ વધી રહી છે, બીજીબાજુ એસટીમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે સટી બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. અગાઉ ડ્રાઈવરોની ભરતી માટેના ઈન્ટરવ્યુ પણ લેવાય ગયા છે પરંતુ કોઈ કારણોસર તેમને નિયુક્તિ આપવામાં આવતી નથી. […]

ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓ સમયસર નહીં આવે તો હવે શિક્ષાત્મક પગલા ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પણ નિયંત્રણો હળવા કરી દીધા છે. તેમજ સરકારી કચેરીઓમાં પણ તમામ કર્મચારીઓની હાજરી સાથે વહિવટી તંત્રને ગતિશીલ બનાવવા સરકારે આદેશ કર્યો હતો. કોરોનાના કેસ ઘટતા ગાંધીનગર સચિવાલયમાં હવે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ કોરોના કાળમાં દોઢ મહિના સુધી ઘેર રહેલા કર્મચારીઓ આળસુ બની ગયા છે […]

કચ્છના સરકારી પુસ્તકાલયો ગ્રંથપાલ અને સ્ટાફ વિહોણા, સુવિધાનો પણ અભાવ

ભુજ  :  કચ્છ જિલ્લામાં તમામા સરકારી પુસ્તકાલયોમાં ગ્રંથપાલો નથી, પુસ્તકાલયોમાં જરૂરી સુવિધાનો અભાવ છે, ત્યારે સરકારનું વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થાય તે પ્રશ્ન છે. વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાન સહિતના અનેકવિધ આયોજન કરાયા છે. કચ્છના જિલ્લામથકે અદ્યતન રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતની કવાયત હાથ ધરાઇ છે , પણ […]

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ખંડિત કોલેજોના સ્ટાફને ફારેગ કરવાના નિર્ણય પર પુનઃ વિચારણાની માગ

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રથમ વર્ષથી જે કોલેજોનું જોડાણ ખંડીત થાય તેવી કોલેજોના આચાર્યો અને અધ્યાપકોને યુનિ.ના અધિકાર મંડળમાંથી ફારેગ કરવાના લેવાયેલા નિર્ણય ઉપર પુનઃવિચારણા કરવામાં આવે તેલી માંગણી સિન્ડિકેટ સભ્ય દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગત તા.૨૭મીના રોજ સિન્ડિકેટની મળેલી બેઠકના એજન્ડાના ઠરાવ […]

તમામ સરકારી કચેરીઓને સોમવારથી 100 ટકા સ્ટાફ સાથે રાબેતા મુજબ કામકાજ કરવા સીએમનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. હવે દરરોજ નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે.  કોરોનાના કેસ ઘટતા હવે સરકારે મુકેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. […]

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને જુલાઇ-2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવા રજૂઆત

અમદાવાદઃ દુજરાત એસટી નિગમના કર્મચારીઓ ઘણા વખતથી અન્યાયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવાની માગણી કરવામાં આવી હતી તે સરકારે હજુ સ્વાકારી નથી. હવે એસટી નિગમના કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થુ અને એરિયર્સનો લાભ આપવા  કર્મચારીઓના ત્રણેય મહામંડળોના પ્રમુખોએ માંગણી સાથે અગ્રસચિવને રજુઆત કરી છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને 5 ટકા […]

અમદાવાદમાં 900 બેડની નવી કોવિડ હોસ્પિટલ માટે સ્ટાફની ભરતી શરૂ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરત શહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં હવે બેડની અછત ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં હંગામી કોવિડ હોસ્પિટલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ માટે સ્ટાફની પણ ભરતી શરૂ કરવામાં આવી […]

ધન્ય છે, સિવિલ હોસ્પિટલના તબીબો સહિત 2500 સ્ટાફને કે મહિનાથી એક પણ રજા લીધી નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે તબીબી આલમ માટે દર્દીઓની સારવાર પણ પડકારરૂપ બની છે. મોટાભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અવિરત દર્દીઓની સેવામાં જોતરાયેલા રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code