1. Home
  2. Tag "started"

અમદાવાદ- ઉદેપુર, જયપુર વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે, ડુંગરપુર, હિંમતનગર, સ્ટેશનોને સ્ટોપેજ અપાયા

અમદાવાદઃ ડુંગરપુરથી ઉદયપુર સુધીની બ્રોડગેજ રેલવે ટ્રેક માટે CRS તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ત્રણ નવી ટ્રેનો દોડાવાની લીલી ઝંડી મળી ગઈ છે. રેલવે બોર્ડની બેઠકમાં આ ટ્રેક પર ત્રણ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની બેઠકમાં ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેનો અને જયપુરથી અમદાવાદ વચ્ચે એક  ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ત્રણેય […]

રાજ્યમાં નવીન 151 એસ.ટી. બસો શરૂ કરાશે, નિગમને વાહનો ખરીદવા ગ્રાન્ટની ફાળવણી

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ૧૫૧ જેટલી નવીન એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા […]

રંગીલા રાજકોટના લોકમેળાનો CMના હસ્તે કરાયો પ્રારંભ, ચકડોળ, વિવિધ રાઈડ્સએ આકર્ષણ જમાવ્યું

રાજકોટઃ રંગીલા ગણતા રાજકોટના પાંચ દિવસના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતુ. આ લોકમેળાનું નામ ‘આઝાદીના અમૃત લોકમેળો’ આપવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રૂપિયા 51 લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. […]

સુરેન્દ્રનગરમાં 600 ફુટ ઊંડા બોરવેલમાં બાળકી ખાબકી, બચાવ કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક બાળકી 600 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બોરવેલમાં પડેલી બાળકીને બચાવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ગાજણવાવ ખાતે ખેતરમાં રમતા-રમતા બાળકી બોરવેલમાં ખાબકી હતી. 600 ફુટ […]

એન્જિનિયરિંગ કોલેજોમાં ટેક્નિકલ ટેક્સટાઇલ્સનો નવા ડિગ્રી કોર્સ શરૂ કરાશે

નવી દિલ્હીઃ ટેક્સટાઇલ મંત્રાલયે એન્જિનિયરિંગ કોલેજોમાં ટેક્નિકલ ટેક્સટાઇલ્સમાં નવા ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. મંત્રાલય માર્ગદર્શિકા અનુસાર પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતી શૈક્ષણિક સંસ્થાઓને 15 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે. આ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. આ હસ્તક્ષેપ નેશનલ મિશન ફોર ટેકનિકલ […]

અમદાવાદના દરેક વિસ્તારમાં કોરોનાના ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા, લોકોની લાગતી લાઈનો

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ દરેક વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગના બુથ ઊભા કરી દીધા છે. શહેરીજનો પણ સામાન્ય તાવ કે ખાંસી આવતી હોય તો સ્વયંભૂ ટેસ્ટ કરવવા માટે બુથ પર આવી રહ્યા છે. આથી ઘણા બુથ પર શહેરીજનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં કોરોનાની પહેલી અને બીજી […]

ગુજરાતમાં વીજળીની ખેંચને પહોંચી વળવા નર્મદા રિવરબેડના બે ટર્બાઈન શરૂ કરાયા

વડોદરાઃ કોલસાની અછતને લીધે દેશભરમાં વીજળીની કટોકટી સર્જાય છે. ગુજરાતમાં પણ વીજળીની ખેંચને લીધે રવિ સિઝનની વાવણી ટાણે જ ખેડુતોને વીજ કાપ સહન કરવાનો વારો આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા નર્મદા રિવરબેડ કાર્યરત કરીને વીજ પુરવઠો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નર્મદા બંધના રિવરબેડ પાવરહાઉસ ના 1200 મેગાવોટ ના બે ટર્બાઇનો ચાલુ કર્યા […]

સુરતના કપડાં ઉદ્યોગને મળશે વેગઃ ખાસ કપડાં પાર્સલ ટ્રેન શરૂ કરાવાઈ

અમદાવાદઃ કોરોના મહામારીને વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે, જો કે, હવે ફરીથી વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને વેગ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કપડાં પાર્સલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ છે. સુરતથી કપડાની સામગ્રી સાથે 25 ડબ્બાની ખાસ ટ્રેન રવાના થઈ હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સસ્તા, ઝડપી […]

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઈ-સેવા કેન્દ્ર શરૂ કરાયું, હવે ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી મળશે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો અને પક્ષકારોના સમયનો બચાવ થશે. અરજદારોએ હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઇકોર્ટ સુધી નહીં જવું પડે. તેઓ માય કેસ સ્ટેટસ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે આ ઇ સેવા કેન્દ્ર આર્શીવાદ રૂપ […]

ગુજરાત યુનિ.માં સાંપ્રત સમયની માગ મુજબ નવા 90 કોર્સ શરૂ કરાયા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ મુજબ કોર્ષ તૈયાર કરવામાં આવશે. હાલ યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે, જે આવનારા સમયમાં  વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code