વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન દબદબાભેર ઊજવાયો
વાવ-થરાદ, 26 જાન્યુઆરી 2026: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વેની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્યકક્ષાની ઊજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો […]


