ધો. 12 સામાન્ય પ્રવાહના 22મીથી અને સાયન્સના 25મીથી પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે
ગાંધીનગરઃ ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પરીક્ષાના આવેદનપત્રો તા.22 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન ભરવામાં આવશે. આ પરીક્ષાના આવેદનપત્ર 21 ડિસેમ્બરે રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ www.gesb.org પર ભરી શકાશે. તેની તમામ સંબંધિતોને નોંધ લઇને સમયમર્યાદામાં આવેદનપત્રો ભરી દેવા શિક્ષણ બોર્ડના સત્તાધિશો દ્વારા જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યામિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા […]