“હું મારી પોતાની નિષ્ફળતાઓની સક્સેસ સ્ટોરી છું” – અનુપમ ખેર
ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અનુપમ ખેરે, 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)ના ચોથા દિવસે આજે એકેડેમી ઑફ આર્ટસ, પણજી, ગોવા ખાતે એક મંત્રમુગ્ધ કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સંમોહિત કર્યા. ખેરે ‘ધ પાવર ઓફ ફેઈલર’ પર સત્રની શરૂઆત એમ કહીને કરી, “મને લાગે છે કે હું મારી નિષ્ફળતાઓની સફળતાની વાર્તા છું.” […]