1. Home
  2. Tag "Students"

કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક શિક્ષણ અપાશે

ભુજ : 1962થી ભારતીય શિક્ષણના મૂળ તત્ત્વને પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સાથે 1988થી ભુજમાં કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા વિદ્યાસંકુલમાં શિશુમંદિરથી ધો. 10નું ગુજરાતી માધ્યમનું શિક્ષણ ખૂબ જ વાજબી શુલ્કથી ચાલે છે. હવે અનોખી પહેલ કરશે જેમાં આગામી વર્ષ માટે આ વિદ્યા સંકુલ સંપૂર્ણ નિ:શુલ્ક ધોરણે ચલાવવા નિર્ણય લેવાયો છે. ભુજમાં કચ્છ […]

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે […]

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ […]

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે અરજી કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચમાં 2300 […]

ગુજરાતમાં કોરોના સંકટઃ ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

નર્સિંગના ફાઈનલ વર્ષની પરીક્ષા લેવાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નર્સિંગના ફાઈનલ વર્ષના સિવાયના તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો […]

ગુજરાતઃ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું પણ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત

ગાંધીનગરઃ ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. તેમ છતાં બજારમાં ધોરણ-1થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓને હાલાકી વેઠી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ કોરોનાના મારને પગલે ઓનલાઇન શિક્ષણની સાથે શાળાઓ સોમવારથી ખુલી […]

7મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે પણ હજુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આગામી તા. 7મી જુનથી નવુ શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં 7 જુનથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ […]

ધો. 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જુનના અંતમાં : સામાયિક અને એકમ કસોટીના પરિમાણને આધારે માર્કશિટ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મૂલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા […]

ધો.10ની માર્કશીટ મળી નથી, અને ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડિપ્લોમા પ્રવેશ […]

CBSE બાદ ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરીઃ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અવઢવ ભરી સ્થિતિ

ગાંધીનગરઃ કોરોનાએ સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને કરી છે. ગુજરાત સરકારે ધોરણ 12ની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરી દીધુ હતું. અને તા. 1લી જુલાઈથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી.પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતુ. કેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code