1. Home
  2. Tag "surat"

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અનેક નવતર પહેલરૂપ વિશેષતાઓમાં આ ડાયમંડ બુર્સ વધુ એક નજરાણું બનશે મુખ્યમંત્રીએ ડ્રિમસીટી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ખજોદ ખાતે નિર્માણ થયેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના […]

સુરતના હીરા ઉદ્યાગમાં વેકેશન પડતા જ રત્ન કલાકારો માદરે વતન જવા ઉપડ્યા, ટ્રાફિકમાં વધારો

સુરતઃ શહેરના હીરાના મોટાભાગના કારખાનામાં દિવાળી વેકેશન જાહેર કરી દેવાતા રત્ન કલાકારો પોતાના માદરે વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે. કેટલાક કારખાનેદારોએ આજે રવિવારથી જ દિવાળી વેકેશન જાહેર કરી દીધુ છે તો કેટલાક કારખાનેદારોએ 9મીથી દિવાળી વેકેશન જાહેર કર્યુ છે. વેકેશન ક્યાં સુધી છે. […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી છતાંયે દિવાળી સુધીમાં 12000 કરોડના વેપારની શક્યતા

સુરત:  શહેરનો ટેકસટાઇલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હતો. પણ દિવાળીના તહેવારો નજીક આવતા ખરીદીનો માહોલ શરૂ થયો છે. ટેકસ્ટાઈલ્સ માર્કેટનો મુખ્ય વેપાર દિવાળી પર રહેલો છે. દર વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વાર્ષિક વેપાર અંદાજિત 11થી 12 હજાર કરોડ રૂપિયાનો હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે […]

ગુજરાતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી, સુરતમાં બ્રેઈનડેડ નવજાત બાળકના અંગોનું દાન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં તાજેતરમાં જન્મેલુ બાળક કોઈ હલન-ચલન નહીં કરતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તબીબોએ તપાસ બાદ નવજાત બાળકને બ્રેઈનડેડ જાહેર કર્યું હતું. જે બાદ માતા-પિતાએ બાળકના અંગ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબોએ અંગોનું દાન મેળવ્યું હતું. બાળકની બે કીડની, બે આંખ, અને લીવરનું દાન કરાયું હતું. નવજાત બાળકના […]

સુરતમાં અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી શખસ પકડાયો

સુરત: શહેરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ મેળવીને વસવાટ કરતો બાગ્લાદેશી શખસને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ શખસ અલકાયદાના આતંકી એવા એનએઆઈના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે બાંગ્લાદેશનું આઈકાર્ડ, કેટલાક દસ્તાવેજો અને બે માબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. શુરત શહેર ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ  પોલીસે બામતીને […]

સુરતમાં આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારના સાત સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

• પોલીસે તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા • સ્વજનો અને પડોશીઓની પોલીસે શરૂ કરી પૂછપરછ • છ જણાએ ઝેર ગટગટાવી અને એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. બે બાળકો સહિત છ વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી હતી જ્યારે ઘરના […]

સુરતમાં દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટીની 2200 એકસ્ટ્રા બસો દોડાવાશે

સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. આ બન્ને ક્ષેત્રમાં બહારગામના અનેક લોકોએ રોજગારીને લીધે શહેરમાં વસવાટ કર્યો છે. આમ સુરતમાં વસવાટ કરતા બહારગામના લોકો દિવાળીએ તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. એટલે દિવાળી દરમિયાન ટ્રાફિકને પહોંચી વળવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે એસટી વિભાગે દિવાળીના ટ્રાફિકને […]

સુરતમાં આહિર સમાજની મહિલાઓનો રાસોત્સવ યોજાયો, હવે દ્વારકામાં 24 ડિસેમ્બરે મહારાસોત્સવ

સુરત:  શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના આહીર સમાજ દ્વારા રસોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં 4300 જેટલી આહીર સમાજની બહેનો પરંપરાગત પોશાક પહેરી રસોત્સવમાં જોડાઈ હતી. હવે આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર રાજ્યભરની આહીર સમાજની 37 હજાર જેટલી બહેનો રસોત્સવમાં પરંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રના […]

સુરત નજીક GIDCમાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવાતો 8000 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડાયો

સુરતઃ જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડ નજીક માસગામની જીઆઈડીસીમાં એલસીબી પોલીસ અને  ફૂડ એન્ડ ડ્રગ વિભાગે  દરોડો પાડીને 50 લાખથી વધુનો 8000 કિલો ઘીનો જથ્થો સિઝ કર્યો છે. જીઆઈડીસીમાં ફુડ અને ડ્રગ્સ  વિભાગે FSLની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાયના શુદ્ધ દેશી ઘીના રેપરો લગાવીને નકલી અને ભેળસેળવાળુ […]

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઓઈલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયાં

અમદાવાદઃ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઓઈલ ઢોળાવાને કારણે અનેક ટુ-વ્હીલર સ્લીપ ખાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ માર્ગ ઉપર ઢોળાયેલા ઓઈલના નિકાલ માટે કવાયત શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જોરશોરથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code