કોવિડના ગરીબ દર્દીઓ પણ આયુષ્યમાન અને માં કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ઉપરાંત બહારગામથી પણ કોવિડની સારવાર અપાવવા માટે દર્દીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. ગરીબ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોનાની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડના દર્દીઓ મફતમાં સારવાર કરાવી શકશે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું […]