1. Home
  2. Tag "Taja Samachar"

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે: રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં 406 કિમીમાં પાયાનું કામ પૂર્ણ થયું છે અને 127 કિમી લાંબા પુલો પર ટ્રેક નાખવાનું કામ શરૂ થયું છે. કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અન્ય મુખ્ય કાર્યો […]

દિલ્હીની ઘણી શાળાઓને આજે ફરી બોમ્બ ધમકી મળી

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓને સતત બીજા દિવસે ધમકીઓ મળી હતી. આજે 6 શાળાઓને ધમકીઓ મળી હતી. ગુરુવારે ઈ-મેલ દ્વારા ધમકીઓ મળી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસ અને અન્ય કટોકટી એજન્સીઓ શાળાઓમાં પહોંચીને તપાસ કરી હતી. સાવચેતી રૂપે, શાળાઓની બહાર ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે પણ દિલ્હીની 50 થી વધુ શાળાઓને બોમ્બ ધમકીઓ […]

ભારત-વિયેતનામ કોસ્ટ ગાર્ડ્સની ઉચ્ચ સ્તરીય બેઠક હનોઈમાં યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને વિયેતનામના કોસ્ટ ગાર્ડ વચ્ચે છઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક બુધવારે હનોઈમાં યોજાઈ હતી. આ બેઠક 2015 માં બંને દેશોની કોસ્ટ ગાર્ડ એજન્સીઓ વચ્ચે થયેલા કરાર હેઠળ યોજાઈ હતી આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતીય કોસ્ટ ગાર્ડના અધિક મહાનિર્દેશક આનંદ પ્રકાશ બડોલા અને વિયેતનામ કોસ્ટ ગાર્ડના વાઇસ કમાન્ડન્ટ મેજર જનરલ વુ ટ્રંગ કીન દ્વારા કરવામાં […]

ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ગવર્નરનું છેતરપીંડીના આરોપ સબબ રાજીનામું માંગ્યું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેંકના ગવર્નર લિસા કૂક પર દબાણ વધાર્યું છે અને તેમનું રાજીનામું માંગ્યું છે. ટ્રમ્પે બુધવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા આ માંગણી કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “લિસા કૂકે હવે રાજીનામું આપવું જોઈએ.” ટ્રમ્પે તેમની પોસ્ટમાં લિસા કૂક પર “છેતરપિંડી” (fraud) […]

મિઝોરમઃ બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનું થશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ મિઝોરમમાં આઈઝોલના બૈરાબી- સૈરાંગ રેલ્વે લાઇન, જેની સૌપ્રથમ કલ્પના 1999 માં કરવામાં આવી હતી, તે હવે વાસ્તવિકતા બની રહી છે જૂન 2025માં રેલવે સેફ્ટી કમિશનર દ્વારા તેના કમિશનિંગ સાથે, 51.38 કિમીનો આ રેલવે લાઈન મિઝોરમની રાજધાની, આઈઝોલને પહેલી વાર ભારતના રેલ્વે નકશા પર લાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બરમાં આ […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 55 ડેમ છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. સાર્વત્રિક વરસાદના […]

મહારાષ્ટ્રમાં પૂરનો ખતરો: NDRF-SDRF તૈનાત

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને તળાવોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ખાસ કરીને મુંબઈ, […]

ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં […]

ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી

ગાંધીનગરમાંસહકાર સે સમૃદ્ધિ અંતર્ગત  સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા, 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]

તાપી નદી પરના ઉકાઈ ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલાતા નીચાણાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ઉકાઈ ડેમમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક, ઉકાઈ ડેમની જળસપાટી 45 ફૂટે પહોંચી, તાપી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમમાં હાલ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના લીધે ડેમની જળસપાટી 334.45 ફુટને વટાવી જતા ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલવામાં આવતા તાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code