1. Home
  2. Tag "Taja Samachar"

ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, 29 માર્ચ 2026: Unseasonal rains forecast in 5 districts  ગુજરાતમાં તાપમાનમાં વધારા સાથે આજથી રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 29 અને 30 માર્ચ એમ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને […]

RTE હેઠળ વાલીઓ ખોટી આવક બતાવીને બાળકોનો પ્રવેશ મેળવશે તો ગુનો નોંધાશે

અમદાવાદ, 29 માર્ચ 2026: A crime will be registered against wrongful entry in RTE રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ગરીબ પરિવારોના 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને સ્વાનિર્ભર શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી […]

પોરબંદરના રોજીવડા ગામે તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જતા મોત

પોરબંદર, 29 માર્ચ 2026: Two teenagers drown while bathing in a pond  જિલ્લાના રાણા રોજીવડા ગામે શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નહાવા ગયેલા બે કિશોરોના ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલથી ઘરે પરત ફરતી વેળા બંને ‘નેસડા તળાવ’માં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. […]

ગુજરાત સરકાર દ્વારા આયોજનબદ્ધ વિકાસકાર્યોને તત્કાલ મંજૂરી અપાય છેઃ મુખ્યમંત્રી

રાજકોટ, 29 માર્ચ 2026: Inauguration of development works – Khat Mahurta મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ. ૭૫૧.૨૦ કરોડના ૪૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦૧૦ પરિવારોને આધુનિક સુવિધાસભર “ઘરના ઘર”ની ભેટ અપાઈ છે. આ સાથે રૂ. […]

ગુજરાતમાં વારસાની જમીન વહેચણીમાં હવે માત્ર રૂપિયા 300ની જ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે

ગાંધીનગર,27 માર્ચ 2026:  Now only 300 stamp duty will be charged in the distribution of inherited land મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો […]

રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત

ભૂજ, 27 માર્ચ 2026: Young man dies after getting his head stuck in elevator  કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલી એક સુપ માર્કેટમાં કામ કરતો શ્રમિક યુવાન માલસામાનની લિફ્ટમાં હેરફેરી કરતો હતો ત્યારે લિફ્ટમાં તેનું  માથું ફસાઈ જતા આ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને હાલ […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2724 બોગસ તબીબો પકડાયા

ગાંધીનગર, 27 માર્ચ 2026: 2724 bogus doctors caught in last three years રાજ્યના નાના શહેરો અને અંતરિયાળ ગામડાંઓમાં ડિગ્રી વિનાના બોગસ ડોકટરો દ્વારા પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે પોલીસની મદદથી છેલ્લા ત્રણ વર્ષમાં 2724 બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા હતા.અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી […]

ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે

ગાંધીનગર, 27 માર્ચ 2026: Mini airport-like heliports will be built   ગુજરાતમાં ઉડ્ડયન કલ્ચરને વધુ સુલભ બનાવવા અને તેના આધારે પ્રવાસનને પણ વેગ મળે. રોજગારી પણ વધે તે માટે ગુજરાત સરકારે યાત્રાધામ દ્વારકા-અંબાજી-પાલીતાણા તેમજ મોરબી અને ધોરડો સહિતના 11 સ્થળોએ `ઉડાન’ યોજના હેઠળ મીની પણ સુવિધાપૂર્ણ એરપોર્ટ તૈયાર કરવા અને ધાર્મિક સર્કીટ ધરાવતા અને પ્રવાસન માટે […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે

વડોદરા, 27 માર્ચ 2026: Bharathana Toll Plaza to increase from April 1st અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ નજીકના ભરથાણા ટોલપ્લાઝા પર કાર અને જીપ સિવાયના વાહનો પર 1લી એપ્રિલથી ટોલમાં વધારો કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝા માત્ર ગુજરાતનું નહીં પણ દેશમાં સૌથી વધુ કમાણી કરતું નંબર વન ટોલ પ્લાઝા છે. ત્યારે આ ટોલ પ્લાઝા પરથી […]

કચ્છમાં 350 ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે

ભૂજ, 27 માર્ચ 2026: Admission under RTE ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની જાહેરાત કરાતા કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને RTE  હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રકિયા હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code