1. Home
  2. Tag "Taja Samachar"

હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશેઃ નૌકાદળમાં ઉદયગિરી અને હિમગિરી યુદ્ધ જહાજ સામેલ થશે

નવી દિલ્હીઃ હિંદ મહાસાગરમાં ભારતની શક્તિ વધુ વધવા જઈ રહી છે. અત્યાધુનિક પ્રોજેક્ટ 17A મલ્ટી-મિશન સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગિરી અને હિમગિરી વિશાખાપટ્ટનમ બેઝ પર નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલી વાર હશે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં બનેલા બે ફ્રન્ટલાઈન સપાટી યુદ્ધ જહાજોને એકસાથે કાર્યરત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું, માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યુઃ મોદી

લોકોને GST રિફોર્મની દિવાળીએ મોટી ભેટ મળશે, અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરો પૈકી એક છે, અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ, દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે નિકોલમાં રોડ શો કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા […]

ઓપરેશન સિંદૂરમાં સરહદી વિસ્તારોના લોકોએ સંપૂર્ણ ટેકો આપ્યો: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ અને રમતગમત એકેડેમીનાઉદ્ઘાટન સમયે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સરહદી વિસ્તારોના લોકોએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ ટેકો આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાગરિકો, ખાસ કરીને યુવાનો, જાગૃત અને તેમના કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહે, તો દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને મજબૂત બની […]

GeMએ કુલ GMVમાં ₹15 લાખ કરોડનો આંકડો વટાવ્યો

નવી દિલ્હીઃ ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 2016માં તેની સ્થાપના પછીથી કુલ Gross Merchandise Value (GMV)માં ₹15 લાખ કરોડનો ઐતિહાસિક સીમાચિહ્ન આંકડો પાર કર્યો છે. આ સિદ્ધિ પારદર્શક, કાર્યક્ષમ અને સમાવિષ્ટ જાહેર ખરીદી ઇકોસિસ્ટમ બનાવવાના GeM ના વિઝનમાં ભારતભરના ખરીદદારો અને વેચાણકર્તાઓના આત્મવિશ્વાસ અને વિશ્વાસને રેખાંકિત કરે છે. છેલ્લા નવ વર્ષોમાં, GeM એક મજબૂત ડિજિટલ […]

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા થાઇલેન્ડમાં યોજાનારા સંરક્ષણ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપશે

નવી દિલ્હીઃ એર માર્શલ આશુતોષ દીક્ષિત, ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ 26 થી 28 ઓગસ્ટ, 2025 દરમિયાન થાઇલેન્ડની તેમની મુલાકાત દરમિયાન વાર્ષિક ડિફેન્સ ચીફ્સ કોન્ફરન્સમાં હાજરી આપશે. આ કાર્યક્રમ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડો-પેસિફિક કમાન્ડ અને રોયલ થાઈ સશસ્ત્ર દળો દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે. આ પરિષદ એક અગ્રણી બહુપક્ષીય મંચ છે. જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના […]

ગુજરાતમાં મંત્રી મંડળનું ટુંક સમયમાં વિસ્તરણ થશે, પાટિલે આપ્યા સંકેત

કમલમ ખાતે ભાજપ પ્રદેશ કમિટીની બેઠક મળી, વડાપ્રધાન મોદીનો જન્મદિન સેવા સપ્તાહના રૂપમાં મનાવાશે, પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ પણ નજીકના ભવિષ્યમાં મળશે અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલા સવારે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી ‘સેવા પખવાડિયા’ના આયોજન માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. પાર્ટીના તમામ પદાધિકારીઓ, મંત્રીઓ અને […]

વાડીમાં વીજ કરંટથી સિંહનું મોત થયા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો, બેની ધરપકડ

ગીર ગઢડાના મોહબતપરા ગામની સીમમાં બન્યો બનાવ, બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું, વન વિભાગે આરોપીના ઘરની તલાશી લેતા બન્ને ખેડૂત પરિવારજનો રડી પડ્યા  ગીર ગઢડાઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામમાં તાજેતરમાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સિંહનું વીજ કરેટથી મોત થયાનું જણાતા […]

SpaceX Starshipની ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રખાઈ

એલોન મસ્કની આગેવાની હેઠળના સ્પેસએક્સે સોમવારે ગ્રાઉન્ડ સિસ્ટમ સમસ્યાઓના કારણે તેના વિશાળ રોકેટ સ્ટારશીપની 10મી ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રાખી હતી. એલોન મસ્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે આ લોન્ચ સોમવાર, 25 ઑગસ્ટના રોજ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્પેસએક્સ કંપનીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગ્રાઉન્ડ સિસ્ટમ્સમાં સમસ્યાને કારણે લોન્ચને મુલતવી રાખવામાં આવ્યું છે. […]

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષનું બાળકનું લિફ્ટમાં ફસાતા મોત

માતા આવે તે પહેલા 5 વર્ષના પૂત્રએ લિફ્ટ ચાલુ કરી દીધી, ફાયરના જવાનોએ લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો, બાળકના મોતથી નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં શોક છવાયો નવસારીઃ શહેરના વિજલપુર વિસ્તારમાં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાય જતા તેનું મોત નિપજ્યું હતું. આ કરૂણ બનાવ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. […]

2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશેઃ શુભાંશુ શુક્લા

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે તેમના વતન લખનૌ પહોંચ્યા, જ્યાં સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS) ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા શુક્લાએ કહ્યું કે 2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશે. તેમણે બાળકોને કહ્યું કે હાર ન માનો અને સખત મહેનત કરતા રહો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code