1. Home
  2. Tag "Taja Samachar"

કપડવંજ નજીક પીકઅપ વાન પલટી ખાતા 2 શ્રમિકોના મોત, 15ને ઈજા

કપડવંજના આલમપુરા નજીક સર્જાયો અકસ્માત, શ્રમિકોને લઈ જતી પીકઅપ વાનના ચાલકે બ્રેક મારતા વાને પલટી ખાધી, તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખસેડાયા નડિયાદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કપડવંજ નજીક આલમપુર પાસે હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મજૂરોને લઈ જતી એક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં વાહન પરથી કાબૂ […]

બીલીમારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે ફાયરિંગ, ચારને દબોચી લેવાયા

હોટલમાં રેડ દરમિયાન SMC અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે થયુ ઘર્ષણ, પોલીસે સ્વબચાવમાં એક આરોપીને પગમાં ગોળી મારી, આરોપીઓએ સામે ફાયરિંગ કર્યું નવસારીઃ જિલ્લાના બીલીમોરાની એક હોટલમાં હથિયારોની આપ-લે કરવા માટે બિશ્નોઈ ગેન્ગના સાગરિતો રોકાયા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ને બાતમી મળતા SMCની ટીમ હોટલ પર પહોંચી હતી. જ્યાં હોટલમાં રોકાયેલા બે આરોપીઓને ઝડપીને પુછપરછ કરતા અન્ય […]

ગુજરાતમાં 50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે કાર્યરત

ગુજરાતમાં 17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ અને 3.90 કરોડ ફોર્મનું વિતરણ કરાયુ, મતદારોના મેપિંગમાં રાજ્યભરનાBLOની પ્રશંસનીય કામગીરી, નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની […]

ગુજરાતમાં મગફળીનો મબલખ પાક છતાંયે સિંગતેલના ભાવમાં થયો વધારો

મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ, તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાને ભાવમાં કર્યો વધારો, સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ વધીને 2460થી 2510 રૂપિયા સુધી પહોંચી ગયો રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, […]

બાબરા અને લીલીયા નજીક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત 2ના મોત

બાબરા નજીક બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનું મોત, લીલીયા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ જિલ્લાના […]

દિલ્હીની આતંકી ઘટના બાદ અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો

એરપોર્ટ પર પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા, એરપોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા જવાનોની સંખ્યા વધારાઈ, પ્રવાસીઓને ફ્લાઇટના સમય પહેલાં પહોંચવા અપીલ કરાઈ   અમદાવાદઃ  દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ પર તમામ પ્રવાસીઓના લગેજનું સ્કેનિંગ દ્વારા ત્રિસ્તરિય ચેકિંગ […]

કચ્છમાં રવિ સીઝનના ટાણે જ DAP અને યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન

દિવાળી પછી સહકારી મંડળીઓ અને સંઘોમાં ખાતરનો જથ્થો આવ્યો નથી, યુરિયા ખાતની તંગીથી ખેડૂતો ખાનગી કંપનીઓના ખાતર લેવા મજબુર બન્યા, તાત્કાલિક યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડવા કોંગ્રેસે માગ કરી ભૂજઃ ગુજરાતમાં બનાસકાંઠા બાદ કચ્છમાં ડીએપી અને યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝન ટાણે જ ખેડૂતોને રાસાયણિક ખાતર માટે વિતરણ કેન્દ્રોના ધક્કા […]

કચ્છના લખપતના ગુનેરીમાં સરકારી માધ્યમિક શાળાનું મકાન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યુ છે

માધ્યમિક શાળાનું નવુ મકાન 4 કરોડના ખર્ચે બનાવ્યુ છે, ચાર મહિનાથી શાળાના નવા મકાનને તાળાં લાગેલા છે, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં ભણવા માટે જવું પડે છે ભૂજઃ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું નવિન મકાન ચાર મહિના પહેલા બનાવવામાં આવ્યુ છે. પણ ચાર મહિનાથી તંત્રને ઉદઘાટન કરવાનો સમય મળતો […]

માંગરોળના ખોડાદા ગામની સીમના ખૂલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું રેસ્ક્યુ કરાયુ

ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી વન્યજીવ માટે જોખમી સાબિત થયો, વન વિભાગે ભારે જહેમત બાદ સિંહનું રેસ્ક્યુ કર્યુ, સિંહને પાંજરે પુરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો જુનાગઢઃ સોરઠ પંથકમાં સીમ-વાડી વિસ્તારમાં ખૂલ્લા કૂવાઓને કારણે વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ત્યારે જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક […]

રાજ્યપાલે માણેકપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલ, રાજયપાલએ મુલાકાત દરમિયાન બળદ ગાડું પણ ચલાવ્યું, ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, ગાંધીનગરઃ  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત  રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ખેતર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code