1. Home
  2. Tag "Taja Samachar"

જમ્મુ-કાશ્મીરઃ 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટ હત્યા કેસમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય તપાસ એજન્સીએ મંગળવારે 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટની હત્યાના સંદર્ભમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ હત્યા 35 વર્ષ પહેલા થઈ હતી. તપાસ ટીમે યાસીન મલિકના ઘરે પણ દરોડા પાડ્યાને તપાસ કરી હતી. SIA ટીમ મધ્ય કાશ્મીરમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય તપાસ એજન્સી 35 વર્ષ […]

ચેન્નાઈમાં કાર્ગો વિમાનના એન્જિનમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

ચેન્નાઈઃ ચેન્નાઈમાં એક કાર્ગો વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે ચેન્નાઈ આવી રહેલી એક આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી હતી. વિમાન ઉતરાણ કર્યા પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ […]

સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવા માટે પાકિસ્તાને ફરી એકવાર ભારતને વિનંતી કરી

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન હવે ઘૂંટણિયે પડી ગયું છે. હવે તેણે ભારત સમક્ષ આ સંધિને પુનઃસ્થાપિત કરવા માટે વિનંતી કરી છે. તેણે ભારતને આ સંધિને પુનઃસ્થાપિત કરવાની સામાન્ય પ્રક્રિયા ફરી શરૂ કરવા અપીલ કરી છે જે મે મહિનામાં સ્થગિત કરવામાં આવી હતી. આતંકવાદીઓએ 22 એપ્રિલે દક્ષિણ […]

બાંગ્લાદેશથી આયાત થતી અન્ય વસ્તુઓ ઉપર ભારતે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. શેખ હસીનાના બળવા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે તેની અસર આયાત પર પણ દેખાઈ રહી છે. તણાવપૂર્ણ સંબંધોને કારણે, ભારતે ફરી એકવાર બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત થતી કેટલીક વધુ શણની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. […]

પુરીના જગન્નાથજી મંદિરનો મહાપ્રસાદ ભક્તોને ઓનલાઈન નહીં મળે, મંદિર પ્રશાસને લીધો નિર્ણય

નવી દિલ્હીઃ ઓડિશાના પુરમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહાપ્રસાદના ઓનલાઈન વેચાણને લઈને કેટલાક સંગઠનોએ મંદિર પ્રશાસનને અનુરોધ કર્યો હતો. જેને નામંજુર કરવામાં આવ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પુરી જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ઓનલાઈન વેચવાના કેટલાક સંગઠનોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે કેટલીક સંગઠનોએ તાજેતરમાં […]

અમેરિકાઃ મોન્ટાના એરપોર્ટ ઉપર લેન્ડિંગ વખતે નાનું વિમાન અન્ય પ્લેન સાથે ટકરાયું

અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે, એક નાનું વિમાન ત્યાં પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. જેના કારણે વિમાનમાં ભારે આગ લાગી. આગ લાગ્યા બાદ આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની માહિતી મળતાં પહોંચેલી ટીમે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દીધી હતી. જોકે, વિમાનમાં સવાર કોઈને ગંભીર ઈજા થઈ નથી. FAA અનુસાર, Socata TBM […]

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભામાં મંજૂર, એક સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ કેશ કૌભાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, કુલ 146 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓનો સમાવેશ થાય છે. લોકસભા સ્પીકરે એક […]

વિવિધ જેલોમાં બંધ એવા કેદીઓ જેમની સજા પૂર્ણ થઈ હોય તેમને મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દેશની વિવિધ રાજ્યોની જેલોમાં બંધ એવા કેદીઓ કે જેમની સજા પુર્ણ થઈ ગયા હોય પરંતુ તેમને મુક્ત કરવામાં આવ્યા નથી, તેઓ તમામ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા માટે સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ નિર્દેશમાં કહ્યું છે કે જે કેદીઓએ પોતાની સજા પૂર્ણ કરી છે […]

આકર્ષક ઓફર છેતરપીંડીનું કારણ બની શકે છે, સાવચેત રહેવું જરૂરી : આરબીઆઈ ગવર્નર

ગાંધીનગર: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ ગુજરાતના મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં એક મેગા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સંતૃપ્તિ અભિયાનના ભાગ રૂપે યોજાયો હતો. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત (GP) અને […]

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના અડગ અને સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code