1. Home
  2. Tag "temperature"

દિલ્હીમાં કડકડતી ઠંડીની શરૂઆત,તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું,આ રાજ્યોમાં પણ ઠંડી વધી

દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.આ સિવાય આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય ભારતના ઘણા રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આ સાથે પૂર્વ ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થશે. દેશની રાજધાની દિલ્હીમાં […]

કચ્છમાં જેઠ મહિનામાં વૈશાખ જેવી ગરમી, ભૂજમાં 43.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયાં

ભુજ  :  અષાઢ મહિનાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જેઠ મહિનાના અંતમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં વૈશાખ જેવી કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ભૂજમાં તો શનિવારે 43.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા. જોકે ચોમાસાના સત્તાવાર આગમનની જોવાતી વાટ વચ્ચે જિલ્લાના ઘણા વિસ્તારો જેઠના આગોતરા વરસાદથી ભીંજાયા હતા. જો કે જેઠની વિદાય સમયે કચ્છમાં […]

ગુજરાતમાં બફારા બાદ હવે ફરીવાર તાપમાનમાં બે ડિગ્રી વધારો થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોએ થોડા રાહત અનુભવી હતી. ધક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટણા પણ પડ્યા હતા, તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા મોજા ઉછલતા કરંટ જોવા મળ્યો હતો, અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવી પડી હતી. આમ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ હતી. ગુજરાતમાં 15મી જુન પહેલા […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થતા લોકોએ થોડી રાહત અનુભવી

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ઉનાળો વધુ આકરો બન્યો છે. છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીને લીધે લોકોના જનજીવન પર પણ અસર પડી રહી છે. ત્યારે હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત આપતી આગાહી હવામાન વિભાગે કરી છે. […]

ગરમી તો વધી પણ હવે હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધ્યો, બચવા માટેના ઉપાય જાણી લો

ગરમીનો પારો 40ને પાર હીટવેવની સાથે હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધ્યો બચવાના ઉપાય જાણી લો ઉનાળામાં ગરમીનો પારો આ વખતે પણ 40 ડિગ્રીને પાર કરી ગયો છે. રાજ્યમાં ગરમીનો પારો તો હાઈ છે પરંતુ હવે હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધી રહ્યો છે. હીટ સ્ટ્રોક વિશે વાત કરવામાં આવે તો હીટ સ્ટ્રોક એ છે કે શરીરમાં […]

દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો, તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી વધુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સિઝનની સરેરાશ કરતાં સાત ડિગ્રી વધુ છે, આગામી બે દિવસમાં […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી, આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું […]

હવામાનમાં હળવા દબાણને લીધે તાપમાનમાં ઘટાડો પણ શનિવારે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાતાવરણ વાદળછાંયુ બનતા લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.  અમદાવાદ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે શુક્રવાર સુધીમાં હવામાનમાં સર્જાયેલુ હળવું દબાણ ઓસરી જતાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં આજે બુધવારે […]

વસંતે વૈશાખી વાયરા, તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, યલો-ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વસંતની સીઝનમાં જ વૈશીખી વાયરા ફુંકાઈ રહ્યા હોય એવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. હજુ માર્ચ મહિનો અડધે પહોંચ્યો છે, ત્યાં તો અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આજે મંગળવારે તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદ શહેરનું […]

ઉનાળાનું આગમન, અમદાવાદ સહિત મહાનગરોમાં 33થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનું આગમન થતાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો હતો.  રાજ્યમાં સૂર્યનારાયણના દર્શન થતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે અને તેના કારણે આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code