ગુજરાતમાં એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ : રાજ્યપાલ
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 9,35,000 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં ગુજરાતમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ છે. ચાલુ ખરીફ સીઝનમાં નવા 18,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત ઉચ્ચ અધિકારીઓ અને સંયોજકોની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ સ્પીચમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા […]