1. Home
  2. Tag "tension"

મીડલ ઈસ્ટમાં ચાલતા તણાવને પગલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે RBIએ આપ્યા સંકેત

નવી દિલ્હી, 13 મે 2026: મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જો તણાવ લાંબા સમય સુધી ચાલતો રહેશે તો દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલના સમયમાં સરકાર અને સરકારી ઓઈલ કંપનીઓ ક્રુડ ઓઈલની વધતી કિંમતોનો ભાર ઉઠાવી રહી […]

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા કરાતા તણાવ, TMC ઉપર આરોપ

નવી દિલ્હી, 7 મે 2026: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત વિસ્તાર) માંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર […]

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે: ફિનિશ રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 17 માર્ચ 2026: ફિનલેન્ડના રાષ્ટ્રપતિ, એલેક્ઝાન્ડર સ્ટબ્બે સૂચવ્યું છે કે ભારત અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે. એક ટીવી ઇન્ટરવ્યુમાં, સ્ટબે કહ્યું કે સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસોને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું કે […]

મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ભારતીય વિમાનોના રૂટ બદલાયા

નવી દિલ્હી, 16 માર્ચ 2028: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષા અને ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સે કમર કસી છે. પશ્ચિમ એશિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે […]

ખાડી દેશોમાં તણાવની અસર: કાચા તેલના ભાવમાં 41 ટકાનો નોંધપાત્ર વધારો

નવી દિલ્હી, 14 માર્ચ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં છેલ્લા 15 દિવસની અંદર 40 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ઊર્જા પુરવઠાને લઈને ગંભીર ચિંતાઓ વધી ગઈ છે. ખાસ કરીને વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ રૂટ પૈકીના એક ‘હોર્મુઝની સામુદ્રધુની’ પ્રભાવિત […]

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સેના વચ્ચે ભારે જંગ, તણાવ ચરમસીમાએ

કાબુલ, 3 માર્ચ 2026: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની વિવાદિત ‘ડૂરન્ડ લાઇન’ પર સ્થિતિ ફરી એકવાર સ્ફોટક બની છે. ગત મધ્યરાત્રિએ અફઘાન સૈન્યએ પાકિસ્તાની સેના સામે આક્રમક જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. અહેવાલો મુજબ, પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને અફઘાન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના વળતા જવાબમાં અફઘાનિસ્તાને સરહદ પર ભારે તોપમારો શરૂ કર્યો […]

દિલ્હીમાં મસ્જિદ પાસેના અતિક્રમણ તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ, આગચંપી અને પથ્થરમારો

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ ખાતે ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ પાસે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. હાઇકોર્ટના આદેશ પર હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન, કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને આગચંપી કરી, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

AAP ધારાસભ્ય મેહરાજ મલિકની ધરપકડને લઈને ભાલેશામાં તણાવ, કલમ 163 લાગુ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ધરપકડ સામે ભાલેસા વિસ્તારમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે BNSS ની કલમ 163 હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશો જાળવી રાખ્યા છે. વિરોધ પ્રદર્શનો બાદ, વહીવટીતંત્રે બે કલાકની છૂટ આપી હતી, જેથી સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓ […]

નેપાળમાં તણાવને પગલે ભારતથી કાઠમંડુ જતી ફ્લાઇટ્સ રદ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળમાં જનજાતિ વિરોધ પ્રદર્શનને કારણે સર્જાયેલી અરાજકતાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મંગળવારે દિલ્હી અને કાઠમંડુ વચ્ચેની તેમની ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાઠમંડુમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી-કાઠમંડુ-દિલ્હી રૂટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિ પર નજીકથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code