1. Home
  2. Tag "terrorist attack"

ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો; 3 અધિકારીઓના મોત

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા જ્યારે અન્ય છ વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, સવારે કરક જિલ્લાના બહાદુર ખેલ વિસ્તારમાં સ્થિત ચેકપોસ્ટ પર અજાણ્યા આતંકવાદીઓએ ચારે બાજુથી ગોળીબાર કર્યો હતા. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ પણ […]

પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો, 42 વ્યક્તિના મોત

લાહોરઃ પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 42 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ હુમલામાં એક પોલીસ અધિકારી અને 6 મહિલાઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલો પખ્તૂનખ્વાના ડાઉન […]

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સેનાના 10 જવાનોના મૃત્યુ

લાહોરઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ બની રહી છે. દરમિયાન આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાનોના મોત થયાં છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આર્મી ચેકપોસ્ટ પાસે પોતાના જ વાહનને વિસ્ફોટકોથી ઉડાવી દીધું હતું. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો, ત્રાલમાં આતંકવાદીઓએ મજૂરને ગોળી મારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ પુલવામામાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. ગોળીથી કામદાર ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ખતરાની બહાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી પ્રીતમ […]

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલામાં 7 લોકોના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં એક મોટા આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત સાત મજૂરોના મોત થયા છે. આ હુમલામાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા અને તેમની SKIMS શ્રીનગર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી લીધી છે. જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા છે. આતંકવાદી હુમલા અંગે પોલીસ […]

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

રિયાસી અને કઠુઆ બાદ હવે ડોડામાં આતંકવાદી હુમલો, સેના બેસ ઉપર ગોળીબાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. લશ્કર કમાન્ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા છે. આતંકીઓએ હુમલામાં અમેરિકન એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરમાં બસ પર થયેલા આતંકવાદી હુમલોને રાષ્ટ્રપતિજીએ ‘કાયરતાપૂર્ણ કૃત્ય’ ગણાવ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર રવિવારના આતંકવાદી હુમલાને “કાયરતાભર્યું કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે રાષ્ટ્ર પીડિતોના પરિવારોની સાથે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સાંજે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ. […]

પાકિસ્તાનના ગ્વાદરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સાત વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર ગ્વાદરમાં આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત વ્યક્તિના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ગ્વાદરના સરાબંદમાં ફિશ હાર્બર જેટી પાસે રહેણાંક ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૂતેલા સાત લોકોના મોત થયા હતા અને અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code