બનાસકાંઠાના થરાદના આંતરોલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા
પાલનપુરઃ જિલ્લાના થરાદના આંતરોલ માઇનોર કેનાલ-1 માં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં જીરુ રાયડા અને એરંડા જેવા તૈયાર પાકોને નુકશાન થયુ હતું. ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આંતરોલ માઈનોલ કેનાલ-1ની અધૂરી સાફસફાઈ અને કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાને કારણે વારંવાર ગાબડાં પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદ સહિતના વિસ્તારોને હાલ રવિ સીઝનમાં કેનાલ દ્વારા […]


