બોરડી સમઢિયાળા ગામે સિંહે બળદ પર તરાપ મારી મારણ કર્યું, ખેડુતોમાં ફફડાટ
રાજકોટઃ ચોમાસાની વરસાદી સીઝન દરમિયાન ભૂખ્યા સિંહ ખોરાકની સોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. રાજકોટમાં 9 મહિના બાદ વધુ એક વખત સિંહનો પરિવાર આવતાં લોકોમાં રોમાંચ જાગ્યો છે. જ્યાં આજે જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં એક સાવજે બળદ પર તરાપ મારી એનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. […]