જામનગર: પોલીસ ભરતીમાં હથિયારી કોન્સ્ટેબલની કરતૂત, મિત્રને બે ચિપ આપી દોડ પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું
જામનગર, 29 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ SRP ગ્રુપ-8 માં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર સાથે મળીને દોડની પરીક્ષા પાસ કરવા માટે ‘ચિપ’ ની અદલાબદલી કરી હતી. જોકે, ટેકનોલોજીની મદદથી આ કૌભાંડ પકડાઈ જતાં હવે […]


