મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી
લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં કથાકાર પ્રદીપ મિશ્રા દ્વારા શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. મેરઠના પરતાપુરના શતાબ્દી નગર સેક્ટર-4માં પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથાનો છઠ્ઠો દિવસ હતો. ભક્તોની સંખ્યા દોઢ લાખથી વધુ હતી. પંડાલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો, જ્યારે બહાર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે […]