મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ત્રણ આરોપી પકડાયાં
અમદાવાદ : દૂકાનો કે ઘરમાં નહીં પણ માત્ર મંદિરોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત હોવાનું જણાવ્યું હતું. […]