1. Home
  2. Tag "tomorrow"

ગુગલ આવતી કાલે ગુજરાતના હિંમતનગરમાં ‘ડિજીકવચ’ કાર્યક્રમનું આયોજન કરશે

નોઈડા: ગુગલ ‘ડિજીકવચ’ કાર્યક્રમ હેઠળ 21 નવેમ્બર (શુક્રવાર) ના રોજ ગુજરાતના હિંમતનગરમાં એક સેમિનારનું આયોજન કરશે. આ કાર્યક્રમ “વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સલામતી: સત્યના ભાગીદારો” અભિયાનના ભાગ રૂપે હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત, આ કાર્યક્રમ તેમને ડિજિટલ સલામતી તાલીમ આપશે. સાયબર ક્રાઇમ દર વર્ષે વધી રહ્યો છે, અને છેતરપિંડી […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. NZCની 32મી બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણી વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો […]

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે ભાજપ આવતી કાલે ખાસ કાર્યક્રમનું આયોજન કરશે

નવી દિલ્હી: રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં 150 મહત્વપૂર્ણ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં સામૂહિક રીતે વંદે માતરમ ગાવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 નવેમ્બરના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટી આ સિદ્ધિની […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારીખે પૂર્ણ થશે. આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે. દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતની વિગતો જાહેર કરી હતી. ચીનમાં, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 […]

IPL:આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે, પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે મુકાબલો

મુંબઈઃ આઈપીએલ હવે ધીમે-ધીમે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે […]

નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની […]

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન

7 જિલ્લાની 40 બેઠકો પર થશે મતદાન મતદાનને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ પૂર્ણ કરી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 40 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાંથી 16 કાશ્મીર ઘાટીમાં અને 24 જમ્મુમાં છે. આ વિધાનસભા મતવિસ્તારો સાત જિલ્લાઓમાં ફેલાયેલા છે, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, ઉધમપુર, કઠુઆ, સાંબા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code