1. Home
  2. Tag "traffic police"

અમદાવાદઃ સ્ટંટ અને રેસીંગ માટે વાહન ચાલકો સૌથી વધારે ઉપયોગ કરતા છ માર્ગો ઓળખાયાં

અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર માર્ગમાં નવ યુવાનોના મોત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ જાહેર માર્ગો ઉપર સ્ટંટ કરનારા, રેસ કરનાર તથા ઓવરસ્પીડમાં વાહન હંકારનાર વાહન ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સ્ટંટ અને રેસ લગાવનાર વાહન ચાલકોના પ્રિય છ માર્ગોની પોલીસે ઓળખ કરી છે. હવે આ માર્ગો ઉપર […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમી અને પોલ્યુશનથી રાહત માટે AC હેલ્મેટ પ્રાયોગિક ધોરણે અપાયા

અમદાવાદઃ શહેરમાં અસહ્ય ગરમી કે વરસાદમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે  સતત ટ્રાફિકના ધમધમાટમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને પોલ્યુશનને કારણે શ્વાસ સહિતની બિમારીના ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસને રાહત મળે તે માટે વાતાનુકૂલિત એટલે કે એસી હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે ત્રણ ટ્રાફિક કોન્સ્ટેબલોને આવા […]

ઈસ્કોન બ્રિજ દૂર્ઘટના કેસઃ તથ્ય પટેલની સામે ચાર્જશીટ ફાઈલ, DNA-FSLનો રિપોર્ટ પણ રજુ કરાયો

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે તપાસમાં મહત્વના પુરાવા એકત્ર કર્યાં છે. દરમિયાન પોલીસે આરોપી તથ્ય પટેલની સાથે 1700 પેજનું પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઈલ કર્યું છે. તથ્ય પટેલની સામે કાનૂની ગાળિયો કરવા માટે મનુષ્યવધની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં પુરાવા તરીકે ડીએનએ-એફએસએલનો રિપોર્ટ, કારનો રિપોર્ટ તથા સાક્ષીઓના […]

છાતીમાં દુઃખાવની ફરિયાદ કરનાર વાહન ચાલકનો જીવ બચાવનાર 3 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી આવેલા વાહન ચાલકે છાતીમાં દુઃખાવની ફરિયાદ કરી હતી. જેથી ચોકી ઉપર તૈનાત પોલીસ કર્મચારીઓએ સીપીઆર આપીને વાહન ચાલકનો જીવ બચાવ્યો હતો. પોલીસ કર્માચારીઓની આ કામગીરીની શહેરની જનતા પણ પ્રશંસા કરી રહ્યું છે. દમિયાન અમદાવાદ પોલીસે આ ત્રણેય પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપર પોલીસ ચોરી […]

વાહનો ચલાવતા સગીર બાળકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરશે, સ્કૂલ-ક્લાસિસ બહાર વોચ ગોઠવશે

અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં સગીર વયના બાળકો વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર સગીર વાહનચાલકો દ્વારા અકસ્માતના બનાવો બનતા હોય છે. સગીર બાળકોને વાહન ચાલાવવા માટે આપતા વાહનોના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે. વાલીઓ પણ પોતાના સંતાનોને ના છૂટકે વાહન ચલાવવા માટે આપતા હોય છે. સ્કુલમાં જવા માટે કે ક્લાસિસમાં જવા માટે […]

સુરતમાં વિદ્યાર્થી ચાલતા 4 કિ.મી દુર કેન્દ્રમાં પરીક્ષા આપવા જતો હતો, પોલીસે માનવતા દાખવી

સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી જોવા મળી છે.  એક વિધાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું. રિક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા. ત્યારે વિદ્યાર્થી નિરાશ મને ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેની વ્યથા જાણી તાત્કાલિક પોતાની બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો […]

અમદાવાદમાં હવે ટ્રાફિક પોલીસ સીસીટીવી જોઈને રખડતા ઢોરની મ્યુનિને માહિતી આપશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર થઈ નથી. મ્યુનિ.દ્વારા રખડતા ઢોર પકડવા માટે પોલીસના કાફલા સાથે ટીમ મોકલવામાં આવતી હોય છે. પરંતુ મ્યુનિની ટીમ જે તે સ્થળે પહોંચે તે પહેલા જ કેટલાક માલધારીઓ તેમના ઢોરને લઈ જતા હોય છે. તેને લીધે રખડતા ઢોર પકડાતા નથી. રખડતા ઢોરને લીધે ટ્રાફિકને પણ […]

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો, ટ્રાફિક વિભાગ માટે 4.66 કરોડની ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2012ની સરખામણીએ માર્ગ અકસ્માતમાં 45 ટકા જેટલો ઘટાડો થયો છે. રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થવાનું મનાઈ રહ્યું છે. […]

ટ્રાફિક પોલીસ વાહનને ટ્રો કરીને ક્યાં લઈ ગઈ તે મોબાઈલ એપ. પરથી જાણી શકાશે

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં રોડની સાઈડમાં અથવા ફુટપાથ પર પાર્ક કરેલા દ્વીચક્રી વાહનો ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ જતી હોય છે. અને જ્યારે દ્વીચક્રી વાહનના ચાલક પોતાનું કામ પતાવીને આવે ત્યારે ખબર પડે કે તેનું બાઈક કે સ્કુટર પોલીસવાળા ટોઈંગ કરીને લઈ ગયા છે. હવે પોતાનું વાહન દંડભરીને લેવા માટે […]

વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે ટ્રાફિક પોલીસે રોડમેપ તૈયાર કર્યો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સરકાર અને અધિકારીઓ કામગીરીમાં જોતરાઇ ગયા છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામા ડેલીગેશન આવતા હોય છે. આ દરમિયાન એરપોર્ટ ઉપર પણ મોટા પ્રમાણમા ટ્રાફિક જોવા મળતો હોય છે. ત્યારે એરપોર્ટ તરફથી અને એસજી હાઇવે ઉપરથી આવતા  જુદા જુદા દેશોના પ્રતિનિધિ મંડળો સીધા જ મહાત્મા મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code