બાંગ્લાદેશઃ ચિન્મય દાસની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમના લોકો ઉપર હુમલાની ઘટનાઓ હજુ શાંત થઈ નથી. દરમિયાન ચટગામની એક અદાલતે પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. મેટ્રોપોલિટન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટએ જણાવ્યું હતું કે, બંને પક્ષોની દલીલોના અંતે ચટગાવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામએ જામીન અરજી ફગાવી દીધી હતી. અધિવક્તા અપૂર્વ […]