ગલવાનમાં લશ્કરી વાહનને નડ્યો અકસ્માત, બે અધિકારી શહીદ અને ત્રણ ઘાયલ થયા
લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો જ્યારે દુર્બુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનમાં ફસાઈ ગયું. આ દુ:ખદ ઘટનામાં બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી […]