ગીર ગઢડાના જશાધારમાં રાવલ નદીમાં નહાવા પડેલા મામા-ભાણેજના ડુબી જતાં મોત
ઊનાઃ ગીરગઢડાના જસાધારમાં આવેલી રાવલ નદીમાં નહાવા પડેલાં બે લોકોનાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા. રાવલ નદીમાં મામા અને ભાણેજ નહાવા માટે પડ્યા હતા. એ સમયે નદીના ઊંડા ભાગમાં તેઓ ગરકાવ થયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક લોકોએ મામા-ભાણેજના મૃતદેહને બહાર કાઢ્યા હતા. […]