‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે
‘શરદપૂનમ‘ની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ‘ગરબા મહોત્સવ‘ યોજાશે, ઉદયપુરના મહોત્સવમાં રાજસ્થાનના નાયબ CM તથા કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે, નવરાત્રી ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે ગાંધીનગરઃ યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત […]