1. Home
  2. Tag "ukraine"

યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓનો સામાન લૂંટી લેતા હોવાની ફરિયાદો

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સહીસલામત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના પડોશી દેશની સરહદો ઉપર મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઉમટી પડ્યાં છે. તેમને વિશેષ ફ્લાઈટ મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઝપાઝપી કરીને લૂંટફાટ કરતા હોવાનું સામે આવ્યું છે. […]

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે […]

કિવ તાત્કાલિક છોડવા ભારતીય નાગરિકોને દૂતાવાસની અપીલ, એરલિફ્ટ માટે એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રશિયન સૈન્ય ધીમે-ધીમે હવે યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ચુક્યું છે. દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને તાત્કાલિક કિવ છોડી દેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. સુત્રોના […]

તમામ ભારતીયોને સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો ચાલી રહ્યાં છેઃ યુક્રેન

નવી દિલ્હીઃ યુક્રેનના રાજદૂતે યુરોપિયન દેશોની સીમા પર યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સાથે થયેલા ખરાબ વર્તનને લઈને સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે કે યુક્રેન કોઈની સાથે ભેદભાવ કરતું નથી. યુક્રેન માટે તમામ દેશોના નાગરિકો સમાન છે અને તમામ ભારતીયોને સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ રાજધાની દિલ્હીમાં કહ્યું હતું […]

યુક્રેન ઉપર સતત છઠ્ઠા દિવસે રશિયાના હુમલા, વિવિધ શહેરોમાં એર રેડ એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેના સતત યુક્રેનની રાજધાની કીવ ઉપર બોમ્બથી સતત હુમલો કરી રહ્યું છે. રશિયાએ યુક્રેન ઉપર આક્રમક હુમલો નહીં કર્યો હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ હવે બધુ બદલાઈ રહ્યું છે. લગભગ 64 કિમી લાંબી રશિયા આર્મીનો કાફલો યુક્રેનની રાજધાની કિવ નજીક […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લગભગ 80 હજાર વિદેશી વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં વિદેશોના હજારો નાગરિકો ફસાયા છે. વિવિધ દેશો પોતપોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને ફસાયેલા લોકો (મુખ્યત્વે વિદ્યાર્થીઓ) માટે એડવાઈઝરી પણ જારી કરી છે. યુક્રેનમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં ભારત સરકારના પ્રયાસો અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ સક્રિય રહ્યા છે. યુક્રેનમાં ચીન, અમેરિકા, […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા મકાન માલિકના પરિવારને મુશ્કેલીમાં છોડવાનો ભારતીય દીકરીનો ઈન્કાર

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીની દુનિયાભરની નજર મંડાયેલી છે. તેમજ સોશિયલ મીડિયામાં યુદ્ધના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એટલું જ નહીં યુક્રેનમાં વસવાટ કરતા મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પોતાના દેશ પરત ફરી રહ્યાં છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહીસલામત પરત લાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન યુક્રેનના […]

આઠ હજાર જેટલા ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યુઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ યુક્રેન સંકટને લઈને જમીન ઉપર સ્થિતિ ઘણી જટીલ છે. હાલત ચિંતાજનક છે પરંતુ અમે તમામ પડકારો છતા તમામને પરત લાવવા સક્ષમ છીએ. તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મહારે દ્વારા એડવાઈઝરી જાહેર કર્યા બાદ લગભગ 8 હજાર જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યાં છે. દરમિયાન પૂર્વ […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં પોતાના કેટલાક સેનિકના મૃત્યુનું રશિયાએ સ્વિકાર્યું

નવી દિલ્હીઃ રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 14 જેટલા બાળકો સહિત 300થી વધારે નાગરિકોના મૃત્યુ થવાનો યુક્રેને દાવો કર્યો છે. એટલું જ નહીં રશિયાના જવાનોને સામનો કરીને 3500 જેટલા સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ રશિયાએ પણ પ્રથમવાર સ્વિકાર્યું છે કે, યુક્રેનમાં પોતાના કેટલાક સૈનિકના મોત થયાં છે. રશિયાના રક્ષા મંત્રાલયના […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાએ પરમાણુ સેનાને એલર્ટ કર્યું ?

નવી દિલ્હીઃ રશિયાની પોતાની પરમાણુ સેનાને એલર્ટ કર્યા બાદ દુનિયાભરમાં આશંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રોનો ભંડાર ધરાવતા રશિયાની ધમકી ભયાનક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોની આ તૈયારીએ ડરાવી દીધો છે. રશિયાના પરમાણુ હથિયારોની કમાન્ડ કરતી રશિયન ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સિસને સૌથી ખતરનાક ટુકડી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, નાટો દેશોના આક્રમક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code