જનની સુરક્ષા યોજના અંતર્ગત કુલ ૧.૨૩ લાખ લાભાર્થીઓને DBT મારફતે સહાય ચૂકવાઇ
                    અમદાવાદઃ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશા વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે. આદિજાતિ બાળકો, સગર્ભાઓ અને ધાત્રી માતાઓની હંમેશાથી આરોગ્ય દરકાર કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. ગુજરાત રાજ્યના ૧૪ આદિજાતિ જીલ્લા જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

