1. Home
  2. Tag "vadodara"

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે નશાબાજ કારચાલકે ત્રણને અડફેટે લીધા

કાર ત્રણ રાહદારીઓને અડફેટે લીધા બાદ થાંભલા સાથે અથડાઈ, કારમાં ચાલક સહિત બે શખસો પીધેલી હાલતમાં હતા, પોલીસે બન્નેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં બેફામ વાહનો ચલાવવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરાતા હવે પૂરનું જોખમ નહીં નડે

પ્રતાપપુરામાંથી 1100 ક્યુસેક પાણી છોડાયું છતાં નદીના લેવલમાં ખાસ વધારો નહીં, વિશ્વામીત્રી નદી ઊંડી નહોતી કરાઈ ત્યારે પાણી છોડાતા 15 ફુટનું લેવલ થતું હતુ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ લાંબા ગાળાનો છે, જે પૂર્ણ થતાં 4 વર્ષ લાગશે વડોદરાઃ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને લીધે ખાના-ખરાબી થઈ હતી. તેથી ફરીવાર પૂરની સ્થિતિ સર્જાય […]

અમદાવાદ-મુબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક 5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિકજામમાંથી નિકળતા વાહનચાલકોને દોઢ કલાક સમય વેડફવો પડ્યો, ટ્રાફિક જામની સ્થિતિમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, એક કારચાલકે સેફ્ટી કોર્નને તોડતા હાઈવે મરામતની કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો અમદાવાદઃ ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતા રહેતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી જોવા મળી રહી છે. હાલ વરસાદને કારણે હાઈવે પર ખાડાઓ પડ્યા છે. […]

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]

વડોદરામાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ

વડોદરાઃ વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી. શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના […]

વડોદરામાં મ્યુનિની સામાન્ય સભા ભાજપના મેયરે વિપક્ષને સાંભળ્યા પહેલા પૂર્ણ કરતા વિવાદ

શહેરના મેયરએ માત્ર 24 મીનીટમાં સભા પૂર્ણ કરતા વિપક્ષનો વિરોધ, વિપક્ષેને લોકોના પ્રશ્નો રજુ કરવાની તક પણ ન આપી, મેયર ઓફિસની બહાર કોંગ્રેસે પોસ્ટર સાથે ધારણા પર બેસી વિરોધ દર્શાવ્યો વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષની રજુઆતો સાંભળ્યા વિના જ માત્ર 24 મીનીટમાં સભા આટોપી દેતા મેયરની હરકતો સામે વિવાદ ઊભો થયો છે. લોકોના પ્રશ્નો […]

વડોદરાના અંકોડિયામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે તબીબી વિદ્યાર્થીના મોત

વડોદરાની ગોત્રી મેડિકલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા, ચાર વિદ્યાર્થીઓ અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા, ચપ્પલ કેનાલમાં પડી જતાં લેવા જતાં કરુણાંતિકા સર્જાઇ વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા […]

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન, જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10.5 ફુટે પહોંચી, તંત્ર બન્યું એલર્ટ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લીધે આગોતરા પગલાં લેવાયા, મ્યુનિસિપલ કમિશનરે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી, ડભોઇમાં વરસાદના કારણે સીતપુર શાળામાં પાણી, 4 ગામો સંપર્ક વિહોણા વડોદરાઃ  શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેના લીધે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી 10.5 ફુટે પહોંચી છે. શહેરમાં ગત ચોમાસા જેવી જળબંબોળની […]

વડોદરામાં પૂરફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ડિલિવરી બોયને અડફેટે લઈ વીજ પોલ સાથે અથડાઈ

વડોદરાના કુણાલ ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત, ફોર્ચ્યુનર કારે અન્ય ત્રણ કારોને પણ ટક્કર મારી, લક્ષ્મીપુરા પાલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત કર્યો હતો,  શહેરના કુણાલ ચાર રસ્તા પાસે કારચાલકે ફૂડ ડિલિવરી બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ફૂડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code